Showing posts with label કાવ્ય. Show all posts
Showing posts with label કાવ્ય. Show all posts

Monday, 13 September 2021

છે એ પ્રસંગો ધ્યાનમાં?!

પૂછે છે રસ્તાઓ શાનમાં, છે એ સ્મરણો યાદમાં ?!
બાળા મટી બની કિશોરી, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

પૂછે છે કેડીઓ કાનમાં, છે સહીયરો તારી યાદમાં ?!
સહિયારું હાસ્ય લહેરાતું , છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

ભણતરનો ભાર મનમાં, ને મસ્તી ભરેલી સંગમાં ?!
રમવું, પડવું ને બધું શીખવું, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

સોડ ઉપસેલા હાથમાં, સજા ભોગવી જે સાથમાં‌ ?!
અબોલામાં વહેતાં આંસુડાં, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

થયાં'તા વાયદા વિદાયમાં, મળીશું ફરી રજાઓમાં ?!
પણ પરોવાયા સહુ ખીલે, છે એ પ્રસંગો ધ્યાનમાં ?!

Sunday, 29 August 2021

ડર

કોઈ ને કોઈ બહાનું શોધી,
મારામાં રોકાયા કરે...
આ ડર મને આમ ડરાવ્યા કરે..
ચાહુ ના ડરું હું...
શાને ડરવું મારે ! હિમ્મત છે ભારે...
કરી આ વિશ્વાસનો ઘાત 
ડર મારામાં મને જ હરાવ્યા કરે...
આ ડર સતત મને સતાવ્યા કરે....
તાર્કિક દલિલો ના હામ ભરે,
શાંત રહેવાનાં કોઈ તુક્કા ના કામ કરે,
ડર જ્યારે સામે આવે 
હૈયે જાણે કોઈ વાર કરે..
હારવું, ખોવું, જીવવું ને મરવું..
મળવું, છુટવુંને વિયોગને સહેવું...
પાર વગરની મુશ્કેલીનું આવવું...
કોઈનાં સાથ વગર એકાંકી તપવું...
અપાર કષ્ટને સહન કરીને જીવવું...
દુઃખ અને દર્દ સહિત મૃત્યુને પામવું...
બધું જ ડરામણું અહીં...
મોઘમ ઈશારે એવું કહ્યા કરે...
રચ્યો અભેદ ચક્રવ્યૂહ
'સહજ' એમાં ફસાઈ ટળવળે...
આ ડર કલ્પનાઓના રંગે બતાવે 
બિહામણું ચિત્ર કેવું !
ઉદાહરણ દ્વારા બતાવે એતો
થાય શું શું ને કેવું !
અનુભવ દ્વારા આપે જાણે 
ભાવિ હોય શકે કેવું !
આ ડર મને સતત 'જો અને તો ' ની રમતમાં,
ઊંધા માથે પછાડ્યા કરે..
પોતાનાં ભયાનક સ્વરૂપની 
નાની એવી ઝલકે 
આ ડર
આ ક્ષણમાં મને સતત 
મૂક્ત બની વિહરવાથી રોક્યા કરે.....
આ ડર મને સતત ડંખ્યા કરે..

Saturday, 29 August 2020

સ્ત્રી

ઇર્ષ્યાના આવરણે 

પુરુષની નજર બોલી 

"સ્ત્રી છે"

 તું એથી જ પ્રગતિના પંથને વરી 

કદી જોયું  સ્ત્રી બની તે 

કેટલીય મારા સ્ત્રીત્વને ફસાવવા 

આતુર નજરોથી હું બચી..

આદત

 આમ જતી વખતે 

ફરી ફરી જોવ છો 

ખબર મને 

હજી આશા તમને‌, 

તમારા હૃદય ને 

 કે 

હું ફરી બોલાવીશ..! 

પરંતુ હવે એવું શક્ય નથી 

નાના નાના કારણો એ 

" હું જાવ છું "કહેવાની 

તમારી આદતના ઘાવથી 

મારી બોલાવવાની આદત ઘવાયને ,

 મૃત્યુને‌ શરણ થઈ છે... 

અલબત્ત લાગણી અકબંધ છે...

ડોશી

ભીનું જોઈ આંગણ 

ચાલવાને 

ડર્યા કરે ડોશી 

વરસાદને કોસ્યા કરે ડોશી 

ભુલથી જો‌ લપસ્યો પગ

 તો કોણ સાચવશે ? એ પ્રશ્ન નથી 

પણ વઢવાને  ઉભી રહેશે 

 છોકરા-છૈયાની હેતથી સજાવેલી વાડી 

એથી જ તો ચિંતા એ સાચવ્યા કરે ડોશી..

વૃક્ષ

 વધીવધીને કેટલું આગળ જઈ શકીશ ! 

જમીનને ના છોડી શકું ! 

આકાશને નહીં જ આંબી શકું ! 

અંતે તો લાકડું થઈ , 

ક્યાંનું ક્યાં વહેંચાઈ જઈશ.. 

હું વૃક્ષની જાત..

 ધરા-ગગનની ચાહને મોહમાં

 ક્ષિતિજ જ નું સાક્ષી કાયમનું બની રહીશ.......

Thursday, 23 July 2020

જ્વાળા

દઝાડે છે જ્વાળા
પરંતુ
કોને ફરીયાદ ! શું ઉકેલ !
મારાપણાનો ભાવસભર ભાગ "હ્દય"
હ્દય થયું છે તપ્ત !
આ તપ્ત મુઠ્ઠીભર ભાગ
પરિવર્તિત થઈ રહ્યો છે, "જ્વાળામુખમાં".
ઊઠતી જ્વાળાઓ
રુધીર બની પ્રસરી રહી છે
મારા મન, મસ્તિષ્ક અને સંપૂર્ણ પિંડમાં
ધીરે - ધીરે મારું અસ્તિત્વ જ
હાસ્ય , શાંતિ અને સૌમ્યતા ત્યજી
પરિવર્તન પામી રહ્યું છે, "જ્વાળામાં".
હું મને જ દઝાડતી જ્વાળા ‌બની સળગી રહી ‌છું
પરંતુ
જ્વાળા ફરિયાદ ના કરી શકે, "હું દાઝી છું"
ચિત્કાર ના કરી શકે,"મને પીડા થાય છે"
જ્વાળા બસ
રાખ બનવા સુધી દાઝતી રહે..
દઝાડતી રહે....

Friday, 29 May 2020

તુ ના હોય તો.........!!??

તારા અચાનક આમ મારી સાથેના સંબધ ને તોડવાથી તારા વગર ના જીવનની કેટકેટલીય કલ્પનાઓ મનમા દોડી હતી

કે
તુ ના હોય તો
શુ થાય?
શ્વાસોશ્વાસ નુ વહન વિસરાય જાય?
હદયના ધબકારા લય ચુકે ,
કે હાટૅએટેકનો નવો કેસ બને?
કે પછી હુ મરણ ને શરણ થાવ ?

હે, તુ ના હોય તો....
મારા જીવનની રફતાર રોકાય જાય?
રોજ ઉગતો આથમતો સૂયૅ અટવાય જાય?
મરણ તરફની જીવનની દોડ થભી જાય ?
વિચારુ છુ તારા વગર શુ હુ નામશેષ થઈ જાવ?

કે પછી તારા વગર,..
મારા જીવનમા ઘટનાઓ ના ઘટે ?
તારા વગર મારી કારકીદી ની ટોચ થી
હુ સીધી નીચે ફેકાવ ?
તારા વગર મારા જન્મના સંબધ મા સૂનકાર આવે?
કે મિત્રએ રચાતો હદય ખોલવાનો દરબાર બંધ થાય?

કે પછી એવુ બને.....
તારા વગર પુસ્તકના શબ્દના ઉકેલાય.?
સંગીતના સૂરો એ ના ગવાય?
મારા બાગે ફુલો ખીલે નહી ને લીલોતરી કરમાય..?
 તારા વગર મારા શબ્દ વિચાર ની ગમતી રમત ભુલાય..?

બને કદાચ કે
ગમતુ જીવન તારા વગર અળખામણુ થાય ?
સુદર મારી દુનિયા બદસુરત બને ?
આયખુ તારા વગર શ્રાપ લાગે ?
બને ખરુ!
તારા વગર હુ "હુ" જ ના રહુ..?

પરતુ

એવુ કશુ ના બનયુ મુજ જગતે 
તારા વગર 
આ શ્વાશો એ સરળતા એ ચાલયા,
ધબકાર વધઘટ એ પન ટકયા ખરા
દુઃખી હદયે થોડી વ્યથીત રહી...
કયારેક જીવનને કોશતી તો કયારેક માણતી રહી..

તારા વગર એ 
કયારેક તારી સાથે રાચતી ગઈ
હુ જીવને આગળ વધતી જ ગઈ
કયાક તારી કમી ખુચતી
તો
કયાક તારી કમી ગમતી ગઈ
તારા વગર હુ મારા નામ ની ઓળખ બનતી જ ગઈ

હા પણ
ઘણી ઘટના બની જેમા થોડો હુ તારા સાથને ઝંખતી 
તો
થોડુ હુ ખુદને ઘડતી ગઈ
ભાવિ ના સપના ફળ્યા એ સફળતા ની પાટી જાત સાથે ઉજવતી થઈ
થોડુ ઈનામ જાત ને આપતી ગઈ
તારા સાથ ના અનામત સમય મા હુ જાતને જીવતી ગઈ
લાગણી ભીના જન્મના સ્નેહીઓ નિ હુફે
હુ તને દિવસે દિવસે ભુલતી ગઈ
મિત્રો ના સહવાસે તારી વાતે હળવાશ આવી
મજાક મા એ તારા નામથી ભાગતી નય પન હસ્તી થઈ
કરેલી મુખૉમી ને મોકળા મને કબુલતી થઈ

થયુ એવુ કે
તારા વગર પુસ્તક વધુ રસપ્રદ બનયા
કારણ,
નાયક ના પ્રાત્ર મા હુ 
તને છોડી લેખકની કલમને અનુસરતી થઈ
સંગીતના સુરો વઘુ અનુભવયા  
ને 
હુ સુરભાવો ની વઘુ નજીક ગઈ
હા કોઈ ગીતો એ
તારી યાદ ને વધુ બહેકાવી 
તો
આવેલા આસુ ને 
"ઈટ્સ ઓકે એન્જોય" કહેતી થઈ
ફુલો ની કુમળાશ ને હદયે અનુભવી ને
કુદરતના સજૅનની વધુ સ્પશતી ગઈ
મારા વિચારો ને પ્રેમ થી ઉપર ઉઠાવી વિસ્તુત બનાવતી ગઈ

તારા વગર 
આમ હુ જીવતી થઈ
જીવનને વધુ ગમાડતી ગઈ
તારા અસ્તિતવને હુ ભુલતી ગઈ
મારા અસ્તિતવને માણતી થઈ
વિશ્વની સુદરતા ને કડારતી થઈ

હા...

તારા વગર હુ "સહજ" સહજતા થી સ્વઆનંદ ની અધિકારીણી થઈ..

Monday, 25 May 2020

નેતા ઉવાચ

ટોળુ છે આ મોટુ ,મોરુ ને બહોળુ
હા હા કેવી મજા,મારે છે લાભ જ
જરા ઈશાર એ,શહેર સળગાવતુ
મારા ભાષણે જ,એ તો દોરવાતુ
મારી આક્રમક,વાણી નુ બંધાણી
કરે એ વિનાશ,ના પાડે નહી એ
સમજણ વિના મારુ માને ટોળુ
મારા હાથનુ આ બ્રમાશસ્ત્ર જાણે
દુશ્મન ડરાવુ કે પૈસા કાળા છુપાવુ
કોભાડ છુપાવુ જેલ થી બચવુ
મારી વહારે આ ટોળુ જ ભમતુ
મુખ છે બીચારુ ના વિચારે જાતે
સમજણ નહી ચાલે મારી ચાલ
મજા છે મહેલે લોકોના ઝુપડે
સળગે એ વસ્તીમા હું સુખી મકાને
તાપે એ તપે જો છતા મને પુજે
નાની નાની વાતે મારી વાત માને
કરુ ભેગુ ટોળુ ને ડરાવુ દેશ
ધમૅ ભળકાવુ જાતીએ ઝઘડાવુ
મત એ મનમાનુ ટોળાને આભારી
પ્રચારે પહોચતુ વોટ ભેગુ ટોળુ
સત્ય વરેલાએ અમારે નેતાઓ
રાખયે બચાવ એમની કડી થી
ગોલમાલ કરીએ ના જાણે ભોળા એ
જનતા ના નામે  સ્વજનો હિતમા
કરુ કામો મારા ,મારા જ હિતમા
થોડા પાડુ હા,મગરમચ્છ આશુ
થઈ જાય ટોળુ ભાવથી દુઃખી હા
સાચા આસુ વહે એમની આખે એથી
કરી શકુ છુ ઉપયોગ ટોળાનો
થોડા રાખયા છે આઠગ ખેલાડી
ફેલાવે રોફ જે મારા જ ઈશારે
કરે કોઈ મારો વિરોધ મજાનો
કરુ સફાયો હુ સરસ મજાનો
બસ જલસા હા કરવાના મારે
જયા સુધી રહે ભોળુ ટોળુ મારુ
હુ ના થવા દવ એને સાચી જાણ
શિક્ષણે ગોખાવુ,ન્યુજે છુપાવુ
પ્રત્રકાર વધે તો મુળથી કાપુ
સેવા ભાવી ને એ મેવા આપી ચુપ
હુ કરુ સંઘળુ ટોળાના પ્રતાપે
ભયાૅ મે ખજાના,પેઠીઓ ધનીક
એશ મારે ઘણા ટોળુ રે ગરીબ
બિઝનેસે નફો,વસુલુ હફતો
છેડેચોક નહી ફંડ નામે સહી
લાભે લાભે લાબુ મારુ કામ સાચુ
ન્યાય ના નામે જો માથુ કરે ઉચુ
મો સીવી કરુ હુ મારૂ ખોટુ ખરુ
વળી દદૅ બોલી કરૂ ટોળુ મારૂ
દેશના કરારે કરૂ કડકી હુ
ભરુ ખજાનો હુ માત્ર મારો જ હુ
મસમોટી કરી કુરબાની વાતો
ટોળુ ફસાયજો એમા મારૂ સૂખ

Wednesday, 6 May 2020

કોરોના વોરિયૅસને શબ્દસલામી


બીજું તો શુ કરી શકું


જોવો ને કોરોના સામે કેવો ખરાખરીનો જંગ જામ્યો
સહુ વોરિયર્સે પોતપોતાની ફરજ કેરો રંગ જમાવ્યો

હું તો સામાન્ય વિદ્યાર્થી, ગુજરાતી,ભારતીય માનવી,
આ મહાયુધ્ધ વિશેષ તો શુ યોગદાન આપી શકું ! ..હું શું કરી શકું !

વિસારી મંદિરના ઈશ્વર,વસુધંરાના દેવને પૂજી શકું,
અમને વાઇરસથી રક્ષતા, ગુર્જર ધરાના સપૂતને વંદી શકું... હું બીજું તો શુ કરી શકું !

સંક્રમણના સંકટને ભૂલી,પીપીઈ માં જાતને પૂરી,
ગરમીમાં વધુ ગરમાટો સહતા સેવકોને સ્નેહી શકું... હું બીજું તો શુ કરી શકું !

સ્વજનોથી વિખૂટા, સેવામા સ્વ સમર્પિત કરનાર
દરેક ડૉકટર,નર્સ તેમજ સ્ટાફ માટે બસ પ્રાર્થના કરી શકું... હું બીજું તો શુ કરી શકું !

સૂમસામ રસ્તે ડામર દાઝતી ઝાળે સૂરજના તાપે
હદયે પોતાનાની ચિંતા, જાત રક્ષણમા આપનારને અર્પી શકું... હું બીજું તો શુ કરી શકું !

પાણો-આક્રોશ સામે લાકડી-સમજાવટથી ઊભા યોધ્ધાઓ,
સંયમની જીવંત મિશાલને સાથ સહકાર આપી શકું... હું બીજું તો શુ કરી શકું !

વાઇરસભર્યા વેસ્ટની કરતા સફાય હિંમતે,
સ્વચિંતા ત્યજી ફરજને વફાદાર પ્રત્યે કૃતજ્ઞતા રાખી શકું... હું બીજું તો શુ કરી શકું ?l!

હજારો વિરોધ, માંગ, ફરિયાદોને જીદની ગુંજો સામે,
સહુને સાચવતા સાંભળતા પ્રશાસનને પ્રશશી શકું... હું બીજું તો શુ કરી શકું !

સ્વજનોને સમજાવી શકું, મિત્રોને નિયમમાં રાખી શકું,
વોરિયર્સને જંગ જીતાડવા,જાતને સુરક્ષિત રાખી શકું... હું બસ એટલુ જ કરી શકું...

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...