Labels

Showing posts with label નાની રચનાઓ(ગઝલ). Show all posts
Showing posts with label નાની રચનાઓ(ગઝલ). Show all posts

Saturday, 29 August 2020

માત્ર

તુ મારે મન સાવ પોતીકું ને વહાલું આકાશ,.. 

હું તારે મન માત્ર ખગની વિચરતી એક જાત....

સુખ..

સાથી-સંગી બદલાશે સમય સમયે, 

હૂં મારી જાત સાથે હોવ એ જ સુખ..

ઇચ્છા

પાંખો વિનાના મુજ મૃદુ દેહે, 

 આકાશ સમી ઇચ્છાનો ભાર...

રાજીપો

એક ખાલીપો ભિતર ખટકે, 

રાજીપો એનો ક્યાય ના મહેકે...

સર્જન

 ઈચ્છુ અંકુર પણ નીત નવા કેમના રહીએ? 

આખરે કુદરતના સજૅનનો હુ એક  ભાગ..

રાહ...

જેના ગુમાને ધરેથી નીકળ્યા હતા, 

કાચની નીકળી એ મંજીલની રાહ...

બહાના કે કારણ

છોડનારને બહાનાની તાણ નય, 

નિભાવનારને કારણની જાણ નય...

રીત

શાને એક જ રીત સ્વીકારી લઉ, 

દરેક ઘરેડે સ્વને અજમાવી લઉ..

મ્યાન

શબ્દને તલવાર સી ધાર રાખી છે, 
સમજી સંજોગો હાલ મ્યાન રાખી છે..

 

મુલાકાત

એની બોલતી આંખોએ આજ કમાલ કરી, 

અંતરની આડાશ ત્યજી આજ મુલાકાત કરી.

ભીતર

એક નવજ્યોતિનુ સજૅન મુજભીતર, 

ઘણા આક્રોશના અવશેષ મનભીતર..

સ્ત્રી

બેઘર હતી હું તો ય વહેચાય ગઇ હું 

સહુ નો અંહ પોષવામા ખોવાય ગઈ હું

રીત

આનંદની એક અલગારી જ રીત છું, 

સ્વયમ હું જ ખુશી ને દુઃખનુ હાદૅ છું.

મહેનત

હું નથી ઈચ્છતી દુવા મળે, 

જોવુ મહેનતથી શુ શુ મળે!

વૃંદ

રીસાય બેઠુ હદયે અઘુરી ઈચ્છાઓનુ વૃંદ ,

કેમ સમજાવુ એમને વાસ્તવિકતાઓનુ વૃંદ,....

મિત્ર

 હુ વાત કરી જોવ મારી જાત સાથે, 

બને સારો મિત્ર હો એ જ મારા ભાગે..

ઈશ્વર

કઈક તો હોવુ જ જોઈયે આ ઈશ્વરમાં, 

અમથો પુજાય નહી દુઃખમાં ને સુખમાં..

સમસ્યા

સમસ્યા સમસ્યા એ કલા ફુટે.. 

સફળતાની નવી દિશા ફુટે..

મંજિલ

 રસ્તાની મજા લેવામા,મંજિલ ભુલાય છે 

અફસોસ શુ કરવો ! ક્ષણ ક્ષણ જીવાય છે

માણસ

રંજમાથી બનતો ને રંજની એ સ્વને ઘડતો માણસ 

હુ સ્વમહેનતનો માણસ હુ સ્વસંગમાં મસ્ત માણસ

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...