Saturday, 9 May 2026
મારી વ્હાલી મમ્મી
Sunday, 25 January 2026
રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન
26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે —
શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું છે? શહીદો કોણ હતા? અને ગુલામીનો અંધકાર કેટલો ઊંડો હતો?
આ પ્રશ્ન જો એક સામાન્ય નાગરિકના મનમાં ઊઠે તો સ્વાભાવિક છે,
પરંતુ જ્યારે એ પ્રશ્ન એક શિક્ષકના મનમાં ઉદ્ભવે —
ત્યારે એ ભારતની શૈક્ષણિક વ્યવસ્થા સામેય પ્રશ્નાર્થ ઊભા કરે છે!
શિક્ષક તરીકે હું સ્વીકારું છું કે માત્ર અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે શિક્ષકના શબ્દોથી દેશપ્રેમ, ભારતનો ઇતિહાસ, ગૌરવગાથા અને શહીદોના અમર બલિદાન
વિદ્યાર્થીઓના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય — એવું માનવું અધૂરું છે.
આજની પેઢીમાં દેશપ્રેમ છે, આ સત્ય છે.
પરંતુ ઘણી વખત એ દેશપ્રેમની મૂળભૂત જડ મજબૂત નથી. બલિદાન, સંઘર્ષ અને પીડાની ગાથાને જાણ્યા, સમજ્યા અને અનુભવ્યા વગર ઉદ્ભવતો દેશપ્રેમ ઘણી વાર માત્ર પ્રતિકાત્મક બનીને રહી જાય છે.
મારાથી અનાયસે આજના સમયના કિશોરો અને પોતાની કિશોરાવસ્થાની સરખામણી થઈ જાય છે. અમારા સમયમાં 26 જાન્યુઆરી અને 15 ઑગસ્ટ માત્ર રજાનો દિવસ નહીં
એ રાષ્ટ્રપ્રેમનો ઉત્સવ હતો. શાળાઓમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગૂંજી ઊઠતા, શહીદોના નારા દિલમાંથી નીકળતા અને કાર્યક્રમોમાં રાષ્ટ્રીય નેતાઓના જીવન પર આધારિત નાટકો
અમને દેશના ઈતિહાસ સાથે જીવંત રીતે જોડતા. પાઠ્યપુસ્તકમાં આવતો ભગતસિંહ, ગાંધીજી કે સરદાર શાળાનું ભણતર પૂરુ થયા પછી કદાચ ભૂલાઈ જાય, પણ મંચ પર જીવંત બનેલા તેમના સંઘર્ષ અને સમર્પણ જીવનભર માટે મનમાં વસીને રહી જતાં.
રાષ્ટ્રીય તહેવારોના દસ-પંદર દિવસ પહેલાંથી શરૂ થતી તૈયારી અમને શિસ્ત, સમર્પણ અને જવાબદારીનું મહત્વ શીખવતી એ તૈયારી જ રાષ્ટ્રીય પ્રેમની નીવ હતી.
આજના સમયમાં જ્યારે રાષ્ટ્રીય તહેવારોના કાર્યક્રમો તરફ નજર કરીએ, ત્યારે ઘણી વખત સ્વાતંત્ર્ય સંગ્રામ, ગુલામી સામેનો સંઘર્ષ અને રાષ્ટ્રીય નેતાઓની વિચારધારા કાર્યક્રમોમાંથી ગાયબ હોય છે. એની જગ્યાએ મનોરંજન અને સામાન્ય નૈતિક સંદેશાઓએ સ્થાન લીધું છે.
આ કાર્યક્રમો ખોટા નથી —
પરંતુ રાષ્ટ્રીય તહેવારો પર કેમ રાષ્ટ્રને સંલગ્ન કાર્યક્રમો ગાયબ થાય?
આ પ્રશ્ન મને સતત મથામણમાં નાખે છે.
બાળકોની વાર્તા વાંચનમાં શહીદોની નાની-નાની પ્રેરણાદાયી કથાઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. કાર્ટૂન અને વિડિઓઝમાં પણ રાષ્ટ્રપ્રેમને રસપ્રદ રીતે રજૂ કરવાની રીત નથી . એની સામે કલ્પનાજગતના પાત્રો બાળકોને વધુ આકર્ષે છે.
પેઢી દર પેઢી સંઘર્ષ બદલાય — એ સ્વાભાવિક છે. પરંતુ પોતાના પૂર્વજોની સંઘર્ષની કથા ભુલાઈ એ અસ્વાભાવિક છે. દરેક પેઢીને પોતાનો ઇતિહાસ ખબર હોવો જોઈએ..એ જ તો ભારતીય પરંપરા છે.
આઝાદીની ઉજવણી પહેલા આઝાદીની સમજણ હોવી જોઈએ...કારણ કે પોતાના મૂળને ઓળખ્યા વગર કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય મજબૂત બની શકે નહીં.......
Tuesday, 6 January 2026
ભક્તિ આંદોલનમાં મીરાબાઈ
મીરાબાઈ : સ્ત્રી ચેતનાનો અનન્ય અવાજ
સાતમીથી સત્તરમી સદી દરમિયાન ભારતીય ઉપખંડમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયના આધારરૂપે સૂફિ–ભક્તિ આંદોલન વિકસ્યું. આ આંદોલન માનવમાત્રમાં ઈશ્વર પ્રત્યેના પ્રેમ, સમર્પણ અને સમાનતાનો સંદેશ આપે છે. અયનાર, નયનાર અને મધ્યકાલીન સંતોએ આ પરંપરાને વિશિષ્ટ ઊંચાઈ આપી. આ જ પરંપરામાં રાજસ્થાનની મહાન સ્ત્રી સંત મીરાબાઈનું પ્રદાન અતિ મહત્ત્વપૂર્ણ છે.
મીરાબાઈ 15મી સદીમાં વૈષ્ણવ ધર્મની સગુણ ભક્તિના સ્ત્રી પ્રતિનિધિ તરીકે ઊભરી આવે છે. ઈ.સ. 1498માં રાવ રતનસિંહના કુળમાં તેમનો જન્મ થયો. બાળપણથી જ દાદાના એક વાક્યથી પ્રેરાઈ મીરાએ શ્રીકૃષ્ણને પોતાના પતિ સ્વરૂપે સ્વીકારી લીધા. મેવાડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે તેમના લગ્ન થયા છતાં તેમનું ચિત સંપૂર્ણપણે કૃષ્ણમાં જ લીન રહ્યું.
સંત રૈદાસ જેવા ગુરુઓના માર્ગદર્શનથી મીરાની કૃષ્ણભક્તિ વધુ દૃઢ બની. વૃંદાવન અને દ્વારકાની દંતકથાઓ તેમની અનન્ય ભક્તિની પરાકાષ્ઠા દર્શાવે છે. 16મી સદીના સામંતશાહી, પિતૃસત્તાત્મક અને રૂઢિવાદી રાજપૂત સમાજમાં મીરા ભક્તિ સંપ્રદાયની એક અનન્ય સ્ત્રી પ્રતિનિધિ તરીકે સામે આવે છે. પતિને પરમેશ્વર માનવાની પરંપરામાં મીરા પરમેશ્વરને જ પતિ સ્વરૂપે સ્વીકારે છે, જે પુરુષપ્રધાન સમાજ માટે એક ખુલ્લો પડકાર હતો.
સતી પ્રથા ગૌરવરૂપ ગણાતી એ સમયગાળામાં મીરા ભક્તિના માર્ગે ચાલીને આ પ્રથાને નૈતિક રીતે પડકારે છે. આ રીતે મીરા માત્ર ભક્ત નહીં પરંતુ સામાજિક વિદ્રોહી સ્ત્રી ચેતનાનું પ્રતિબિંબ બને છે.
સગુણ ભક્તિના ગાયન, વાદન અને નર્તન – આ ત્રણેય તત્વોનો સુમેળ એટલે મીરાબાઈ. કરતાલ અને એકતારો સાથે કૃષ્ણભક્તિમાં લીન મીરા આજે પણ લોકકથાઓમાં જીવંત છે. માંડ, ગુજરી અને મારું જેવા લોકરાગોમાં ગવાયેલા તેમના પદો સંગીત અને અર્થબોધનો સુંદર સમન્વય કરે છે.
મીરાના પદો મીરાંની પદાવલી, પદ પ્રણાલિકા, ભક્તમાલ તથા વૈષ્ણવ સંપ્રદાયની પાંદુલિપિઓમાંથી પ્રાપ્ત થાય છે. મોટાભાગના પદો વજ્ર રાજસ્થાની બોલીમાં રચાયેલા છે, જે લોકબોલીથી નજીક હોવાને કારણે જનમાનસ સુધી સહજ રીતે પહોંચ્યા. આ પદોએ ઈશ્વરભક્તિને સરળ, સુલભ અને પરિવર્તનશીલ માર્ગ તરીકે જનજન સુધી પહોંચાડી.
મધ્યયુગીન ભક્તિ આંદોલનમાં મીરાબાઈ એક તરફ સામંત પ્રથા અને વૈવાહિક બંધનો સામે ઊભી રહેનારી સ્વતંત્ર, આધુનિક વિદ્રોહી સ્ત્રી છે, તો બીજી તરફ આધ્યાત્મિક રહસ્યવાદ અને અલૌકિક ગોપીમય સમર્પણથી ભરપૂર સ્ત્રી ચેતનાનું ઉત્તમ રૂપ છે.
આ રીતે મીરાબાઈ સૂફિ–ભક્તિ પરંપરામાં પ્રેમ, સમર્પણ અને સમાનતાનો શાશ્વત સ્વર બની ઊભરે છે. તેમની ભક્તિ માત્ર આધ્યાત્મિક નથી પરંતુ સ્ત્રી સ્વતંત્રતા અને સામાજિક જાગૃતિનો પ્રબળ અવાજ છે. મીરાનું જીવન અને કાવ્ય આજેય માનવતાને પ્રેમ અને ભક્તિના માર્ગે દોરે છે.
જામનગર સ્થાપત્ય
1540 માં નવાનગર તરીકે જામરાવળે વસાવેલું શહેર આજે જામનગર તરીકે પ્રસિદ્ધ છે. પ્રજા વત્સલ્ય જાડેજા રાજાઓના કલા પ્રેમે જામનગર સૌરાષ્ટ્રના સ્થાપત્ય અને કલાના ઇતિહાસમાં અદિત્ય સ્થાન ધરાવે છે.
જાડેજા વંશના શાસનકાળમાં જામનગર શહેરમાં ખંભાળિયા, દ્વારકા, કાલાવડ અને ભાદરા ચાર મુખ્ય ગેટ હતા.ખંભાળિય ગેટ બાંધકામ અને સુરક્ષા પદ્ધતિનુ સુંદર પ્રતિબિંબ છે. ભુજીયા કોઠામાં છઠ્ઠા માળે બનેલ વોચ ટાવર સ્થાપત્યમાં યુરોપિયન પ્રભાવ દર્શાવે છે. તો રણમણ કે લખોટા તળાવમાં સ્પષ્ટ રીતે હિન્દુ -યુરોપિયન તત્વનો પ્રભાવ દેખાય છે જે આજે જામનગરના મ્યુઝિયમ તરીકે લોકો માટે ખુલ્લું છે .રણજીતસિંહ દ્વારા બંધાવવામાં આવેલ પ્રતાપ વિલાસ પેલેસ ઈન્ડો સેનેસિનિક શૈલીનું ગુજરાતી સ્થાપત્ય છે. જામ વિભાજી દ્વારા બનાવાયેલ વિભાવિલાસ પલેસ હાલમાં જામનગરના સર્કિટ હાઉસ તરીકે સુશોભિત છે. જાડેજા રાજાઓનો દરબારગઢ રાજપૂત-યુરોપિયન શૈલીમાં છે.જામનગર સોલેરીયમ ખાસ વૈજ્ઞાનિક સ્થાપત્ય સ્મારક છે.
સેન્ટ મેરી ચર્ચ , જામા મસ્જિદ, બાલા હનુમાન મંદિર ધાર્મિક સ્થળો ઉલ્લેખની છે, સિધ્ધનાથ મહાદેવ જામનગર ને 'છોટા કાશીની 'પ્રસિદ્ધિ અપાવે છે.
જામનગરની સ્થાપત્ય કલા અહીંના રાજાઓનો કલા પ્રેમ અને પ્રજાપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. હિંદુ, યુરોપિયન અને ઈન્ડો-સેરેસિનિક શૈલીઓના સંમિશ્રણથી આ શહેર સૌરાષ્ટ્રના સ્થાપત્ય ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને “સૌરાષ્ટ્રનું પેરિસ” તરીકે ઓળખાય છે.
Sunday, 30 January 2022
મારી નજરે કમ્ફર્ટ ઝોન એક ભ્રમ
Thursday, 2 December 2021
"એરેન્જ મેરેજ" - સહજ રીતનો અસહજ અમલ 1
Thursday, 4 November 2021
દિવાળી
Tuesday, 14 September 2021
ઈમરજન્સી હેલ્પલાઇન
Monday, 13 September 2021
છે એ પ્રસંગો ધ્યાનમાં?!
Sunday, 29 August 2021
ડર
Sunday, 6 December 2020
મારા બાળમાનસમાં બાબાસાહેબની છાપ...
Friday, 13 November 2020
થોડું મારા વિશે.......
જેમ જેમ સમયની ચારણીમાં ક્ષીણ થતી જાવ છું એમ એમ સમયનાં અરીસામાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું.જન્મદિન તો ઘણા આવ્યાને ગયાં વધતી ઉંમરથી જાતને શું માપવી ! હું તો માપું છું મારી જાતને ભુલો ને ભુલોમાંથી જીવનની લીધેલી શીખથી.
નિષ્ફળતા ઘણી મળી છે પરંતુ નિરાશ થઈ નથી.. સફળતા ઘણી મળી છે પરંતુ સંતોષ થયો નથી..જાતને જ્યાં છું ત્યાં જ સ્વીકારી શકવાની અને આરામ કરવાની થકાવટ આવી નથી. હજી તરબતર છું ઉત્સાહથી, જીવવાનાંને નવું કરતાં રહેવાનાં ઝનુનથી, એટલે જ મારી જાતને હું થોડી વધારે ગમું છું...
એવું એ નથી જીવનમાં કાયમ આ ઉત્સાહને સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે. ક્યારેક મને એ શોક, દુઃખ, ડર, નકારાત્મકતાના વાદળો નડે છે પરંતુ હું એવા સમયને બસ એક પ્રસંગ સમજી જવા દેઉ છું. રસ્તો છે જીવનનો ક્યારેક આવા પથ્થર તો નડે. પરંતુ ત્યાં જ અટકી જવું ! એવું નથી આવડતું મને, આવી ખુમારી કદાચ મોમના ઉછેરનો જ પ્રતાપ છે , બાકી હું અંદરથી બહું ડરપોક હતી. મોમના સાથ અને પ્રેમે જાણે મને જીવંત રાખી છે અને મારી બેને મુંજવણમાં રસ્તો બતાવવાનું નહીં મારા માટે ખુદ નવો રસ્તો બનવાનું કામ કર્યું છે. ક્યારેક તો મને અંધકાર દેખાય ને એ મને ચાંદ બતાવે..
મને થોડી વધારે ઘડી છે મારા ડીગ્રીના શોખ એ, હજીએ આ સફર ચાલુ છે. નવી નવી ડીગ્રી સાથે જ્ઞાન મળતું રહે ને લાગશે મારા જીવનનાં અર્થને હું સાર્થક કરું છું..
મારી વ્યસ્ત કે થકાવટ ભરી સમયની વાટમાં આરામની ક્ષણો લઇ આવે છે મને ગમતી પ્રવૃત્તિઓ. વાંચન, લેખન , ચિત્રો ને ઈતિહાસ. વાંચનની આદતે મને જડતાં ત્યજી વધું વિસ્તૃત બનાવી છે મારી સૃષ્ટિને જોવાની દ્રષ્ટિ સુધારી છે. લેખનના શોખે માતૃભાષાને વધું નજીકથી જાણવા અને નવું જ્ઞાન મેળવવા લલચાવી છે તો લેખનથી મળતી માનસિક હળવાશે મને કાયમ શબ્દોથી જોડી રાખી છે. જ્યારે પણ એક જ ઢાળમાં ચાલતાં જીવનથી કંટાળો આવે હું રંગો ને પેન્સિલ પકડી લઉં એમાં નવું શીખવાનું અપ્રત્યક્ષ હોય છે અને દોરવાનો અલોકિક આનંદ. ઈતિહાસમાં મારો રસ એ મને અભ્યાસની સાથે સાથે વ્યસ્ત અને જટીલ ડીગ્રીની દોડને સરળ બનાવવામાં સહાયરૂપ થાય છે..
હું મારા શોખોમા ભરપુર જીવું છું અને હા, આ જ ક્ષણે ભરપુર જીવું છું. જીવન અનંત નથી હું અનંત નથી ક્યારેક તો ખતમ થઈ જઈશ એ સ્વીકારી જીવું છું.
મારા જીવનને દુરથી કે પાસેથી જોનારને ધણી અધુરપ અને મુર્ખામી દેખાતી હશે. પરંતુ એ ક્ષણમાંથી શીખીને પસાર થઇ હું આ ક્ષણમાં જીવું છું.....
મારા જીવનનાં રસ્તામાં કંટક બનેલાં, પુષ્પ બનેલાં, વિરામનું વૃક્ષ બનેલા કે વિધ્ન બનેલા કે સહચર બનેલાં સહુની હું હૃદયથી આભારી છું....
આ રસ્તામાં હજી એ નવા મુકામ આવશે, નવા સંબંધો જોડાશે, નવી સિધ્ધીઓ આવશે બસ નહીં આવશે તો વિતેલી ક્ષણો અને આ વિતી રહેલી ક્ષણો...બસ આ ક્ષણમાં જીવંત રહું હું એ જ કાયમની અભિલાષા....
આભાર...મને વાંચવા માટે .. 🙏☺️🙏
તમારું જીવન નીતનવી ખુશીથી ભર્યું રહે એ જ પ્રાર્થના..
Thursday, 1 October 2020
ફરી આવો ને બાપુ !
Saturday, 29 August 2020
ઘર કે જેલ ! શું લાગ્યું કોરોનામાં?
ઘર....કેવી અદભૂત લાગણીઓનો સમુદ્ર ! પરંતુ કોરોના અને લોકડાઉનમા શું થયું ? માણસજાતને એક નવી વાત શીખવા મળી... પોતાનું ઘર એ દરેકનું સપનું હોય... મનગમતું પોતાનું ઘર વસાવી લીધા પછી એ માણસ એમાં ૨૪ કલાક પુરાઈ રહેતા અકળાઈ છે.....અજીબ કહેવાય નહીં ! જે મધ્યમવર્ગના લોકો પોતાના જીવનની અડધી ઉપર ઉંમર ગમતું પોતાનું ઘર વસાવવામાં લગાવે છે એ ઘરમાં કાયમ રહેવાતું નથી..તો આ બધું શું કામ..! મતલબ એવો જરાય નહીં કે બધું છોડીને નીકળી પડ્યે..પણ આ પરથી એવી શીખ તો ચોક્કસ લઈ શકાય કે બધું પકડીને જ ના બેસી રહેવાય..... મધ્યમવર્ગીય લોકો માટે ખાસ ઘર વસાવવામાં જીંદગીભરની પૂંજી લગાવો એના કરતાં લાગણી નિર્મળ રાખી પૂંજી કોઈ બીજા સારા કામમાં લગાડો ..... જો સમજીએ તો આ કોરોના આપણને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ શીખવવા આવ્યો છે..અને સ્માર્ટ માણસ થઈ આપણે આવો શીખવાનો અવસર કેમ જવા દઈએ !
એકબીજાથી અલગ રહેવું શું હોય, એક જ જગ્યાએ સતત રહેવું કેવું હોય, પરિવાર ખાતર જાતની કાળજી રાખવી કેટલી જરૂરી, કેટકેટલું શીખવ્યું છે.! કદાચ આ પરિવર્તનની હાકલ છે જીવનનાં બદલાયેલ ધ્યેયની ને વધતી ભૌતિક સુખ સામે પ્રકૃતિની ચેતવણી છે..
બેફામ સાહેબની સીધીસાદી સલાહ અનુસરવાનો આ સમય છે
"ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે."
અનંત જીંદગી હોય તો જીવવાનો એ કંટાળો આવે અદ્દલ ઘરમાં રહેવાનો આવ્યો એમ જ....મોત છે તો જીંદગી વ્હાલી લાગે છે ... બહાર નીકળવું પડે છે એટલે ઘર વહાલું લાગે છે..
ભાવિ
સ્વીકાર
આત્મવિશ્વાસ
"સક્ષમ છું હું શું કરવા?" એ જાતને ખબર હોવી જોઈએ..
"સક્ષમ છું હું ધાર્યું કરવા" એ આત્મવિશ્વાસ હોવો જોઇએ..
મારી વ્હાલી મમ્મી
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
-
વહાલી મમ્મી, આજના દિવસે મન ભરીને તારો આભાર માનવો છે. મને જીવનમાં અણમોલ મોકળાશ આપવા માટે અને આપણા ઘરને સાચી હૂંફથી ભરી દેવા માટે તારો આભાર. ...
-
26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...
-
જન્મ લગ્ન અને મરણ ત્રણ મહત્વના પડાવ છે જીવનમાં. જન્મ અને મરણ તો માણસનાં હાથમાં નથી, માણસ ખાલી લગ્ન જ પોતાની મરજીથી કરી શકે છે કે પસંદગી કરવા...


