Saturday, 29 August 2020

ઘર કે જેલ ! શું લાગ્યું કોરોનામાં?


ઘર....કેવી અદભૂત લાગણીઓનો સમુદ્ર ! પરંતુ કોરોના અને લોકડાઉનમા શું થયું ? માણસજાતને એક નવી વાત શીખવા મળી... પોતાનું ઘર એ દરેકનું સપનું હોય... મનગમતું પોતાનું ઘર વસાવી લીધા પછી એ માણસ એમાં ૨૪ કલાક પુરાઈ રહેતા અકળાઈ છે.....અજીબ કહેવાય નહીં ! જે મધ્યમવર્ગના લોકો પોતાના જીવનની અડધી ઉપર ઉંમર ગમતું પોતાનું ઘર વસાવવામાં લગાવે છે એ ઘરમાં કાયમ રહેવાતું નથી..તો આ બધું શું કામ..! મતલબ એવો જરાય નહીં કે બધું છોડીને નીકળી પડ્યે..પણ આ પરથી એવી શીખ તો ચોક્કસ લઈ શકાય કે બધું પકડીને જ ના બેસી રહેવાય..... મધ્યમવર્ગીય લોકો માટે ખાસ ઘર વસાવવામાં જીંદગીભરની પૂંજી લગાવો એના કરતાં લાગણી નિર્મળ રાખી પૂંજી કોઈ બીજા સારા કામમાં લગાડો ..... જો સમજીએ તો આ કોરોના આપણને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ શીખવવા આવ્યો છે..અને સ્માર્ટ માણસ થઈ આપણે આવો શીખવાનો અવસર કેમ જવા દઈએ !
એકબીજાથી અલગ રહેવું શું હોય, એક જ જગ્યાએ સતત રહેવું કેવું હોય, પરિવાર ખાતર જાતની કાળજી રાખવી કેટલી જરૂરી, કેટકેટલું શીખવ્યું છે.! કદાચ આ પરિવર્તનની હાકલ છે જીવનનાં બદલાયેલ ધ્યેયની ને વધતી ભૌતિક સુખ સામે પ્રકૃતિની ચેતવણી છે..
બેફામ સાહેબની સીધીસાદી સલાહ અનુસરવાનો આ સમય છે


"ચાર દિનની જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્વને ‘બેફામ’ ખાલી છાવણી કરશું અમે."


અનંત જીંદગી હોય તો જીવવાનો એ કંટાળો આવે અદ્દલ ઘરમાં રહેવાનો આવ્યો એમ જ....મોત છે તો જીંદગી વ્હાલી લાગે છે ... બહાર નીકળવું પડે છે એટલે ઘર વહાલું લાગે છે..


 

6 comments:

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...