Tuesday, 14 September 2021

ઈમરજન્સી હેલ્પલાઇન

કાલે મમ્મીએ કહ્યું, 'ઘરની ઈમરજન્સી હેલ્પલાઇન છે તું જ્યારે કહીએ હાજર થઈ જવાનું..' સાંભળીને સારું લાગ્યું અને કેમ ના લાગે ! ૨૦૧૯ નાં વર્ષમાં મેં લીધેલા નિર્ણયનું જ આ પરિણામ છે ... ૨૦૧૯ નું વર્ષ શરૂઆત થી અંત સુધી પરિવર્તનનુ રહ્યું, આમાં સ્વેચ્છાએ એક પરિવર્તન આ પણ કર્યું હતું....

૨૦૧૯ની શરૂઆતમાં સામાજિક કામો એવાં આડે આવ્યા કે ભણવામાં ધ્યાન અશક્ય બન્યું અને સામે આવતી GPSC ની મેઈન્સની પરિક્ષા. પરિવારની સહમતીથી ગાંધીનગર પહોંચી ગઈ, એ પરિક્ષા પતેને પરિણામ આવે એ પહેલાં અંગત જીવનમાં તોફાન આવી ગયું. જાતને સંભાળી વિપશ્યના કરી હું ફરી મારા ધ્યેય તરફ આગળ વધવા ઉતસાહી બની. નવો જોશને ઉમંગે હું મારી મંજિલ તરફ પ્રગતિશીલ થઈ જ , અને ઘરમાં આભ ફાટ્યું ! 

વરસોથી એક હાથે ઘર ચલાવ્યું એનો થાક જાણે મોમના શરીર પર આઘાત બની તુટી પડયો. ડોક્ટરના નિરાશાજનક શબ્દો , "બીમારી જેણે મોકલી એ સારું કરશે હું વચ્ચમાં રાહત સિવાય કશું નહીં કરી શકું.." એ મારા જીવનમાં બે મહત્વના પરિવર્તન લાવ્યા પહેલું પરિવર્તન મંજિલ પહેલા કે પરિવાર એ નક્કી કરવાનો પ્રશ્ન જ ના હતો. આટલી બીમારીમાં મોમ‌ને મુકી એક પરિક્ષા આપવા જવું પડ્યું ખાલી એટલાં માટે કે મોમને મનદુઃખ ના રહે એ મનમાં મંજિલને એક ખુણો પકડાવી દીધો અને બીજું પરિવર્તન ફરી "ઈશ્વર પર વિશ્વાસ."ઈશ્વરે જ જાણે માર્ગ બતાવ્યો ને મમ્મીની શ્રધ્ધા અને હિંમતે અમે મુસીબતમાંથી બહાર નીકળ્યા.

તુફાન ગયાં પછી આત્મચિંતન કરતાં સમજાયું, હું ભાગી રહીં છું, મંજિલની દોડમાં જીવનમાં કશુંક બનવાની ધુનમાં ઘણી જવાબદારી, કામો મેં છોડ્યા.આ સભાનતા એ એટલી એ સમજ આપી મોમને રાહત આપવી ને એટલી સમજ તો હતી જ ઘરના નાજુક ખભાઓને ભાર ના સોંપાય પછી શું ! અપનાવી લીધું પરિવર્તન ઘરને સાચવવું , મોમના કામો એમને સાંભળવાને ઈશ્વર પર શ્રદ્ધા..આવા અમલથી ૨૦૧૯ પુરું થયું...

પણ જીવન તો અવિરત ચાલે છે. અધુરાં સપનાં સાદ કરે , ખેંચે છે પણ મને લલચાવવા નથી. ખબર છે એક વાર તૈયારી છોડ્યા પછી ફરીથી શરૂ કર્યું તોય હું રેસમાં બધાની ઝડપે ના દોડી શકું ને સફળતા એ નહીં મળે પણ મનને હવે એ પ્રત્યે થોડું ઉદાસીન છે ભલે પરિણામ ના મળે હું જ્યાં છું ખુશ છું... ગુમાવ્યું એ કરતા મેળવ્યું ઘણું છે જે દેખીતી સફળતા નથી પણ‌ આંતરિક ખુશી છે.

હવે મારે કોઈ એવી પરિક્ષા નથી આપવી જે મને જીવનની પરિક્ષામાં /સમીક્ષામાં નાપાસ કરે.... આ જરૂર પડે પહેલા મને લગાવાતો કોલ જ જીવનની સહુથી મોટી સફળતા છે ને હાજર રહી કામ પાર પાડું એ જ સહુથી મોટી ખુશી....☺️☺️

2 comments:

  1. તું જીવન ની પરીક્ષા માં 100% પાસ છે તો એના થી મોટી સફળતા બીજી તો શું હોઈ શકે

    ReplyDelete

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...