બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિને આજ સવારથી પોસ્ટ જોઈ મગજ વિચારે ચડ્યું.... હું કેટલું જાણું છું એમનાં વિશે ? આનો જવાબ તો લિમિટેડ હતો પરંતુ એ સાથે જ મનનાં સ્મરણમાં ઘણું બધું આવી ગયું..
હું લગભગ ૫-૬ ધોરણમાં હતી ત્યારે પ્રથમ એક શાળાના ફોટા પર એમનું નામ જોયું. ઘરમાં આંબેડકર નામ ઘણી વાર સાંભળ્યું હતું પરંતુ પહેલીવાર ફોટો જોવાનો અવસર હતો એ...નીચે નામ સાથે ડૉ. હતું એ સમયે એટલી સમજણ તો હતી જ કે વધારે ભણવાથી ડૉક્ટર બનાય..
આપણાં લોકોનાં ઉધ્ધારક વગેરે ઘણું સાંભળ્યું પરંતુ વડીલોની વાતોમાં ગ્રામ્ય જીવનમાં પડતી મુશ્કેલીને પણ અનુભવી હતી..હા, હું અનુભવી હતી એમ જ કહેવાનું પસંદ કરીશ કારણ કે એમની આપવીતીમાં રહેલું દર્દ અમને પણ જાણે એ જ અનુભવ આપતું...ભલે રહેતા આદિવાસી વિસ્તારોમાં હતાં પરંતુ અસ્પૃશ્યતા જેવું થોડુંઘણું તો હતું જ... ગામનાં નાકે રહેવાની પ્રથા અમારે ગામમાં એ હતી... કુવામાં પાણી ભરાવાથી લઈ ને ગામમાં પ્રવેશને ઘર બનાવવા સુધીનો સંઘર્ષ ઘરમાં ઘણી વાર ફરી વળતો... નાનું મારું મગજ હંમેશા દલિલ માટે તૈયાર રહેતું કે ભલે એ લોકોને આપણાથી સમસ્યા તો પોતે અલગ કુવો કરે આપણને તો બધું સ્વીકાર્ય છે તો આપણે શા માટે પાણી ના ભર્યે..?
આ માહોલમાં જ્યારે બાબાસાહેબ વિશે જાણવાનું થયું તો કલ્પનાની પાંખે તમે ઘણું કર્યું તો અમારા વડીલોએ આ કેમ સહન કરવું પડ્યું એ સવાલ કરતી....જોકે એ સમયે સમયરેખાનું જ્ઞાન હતું નહીં...
શાળાની પ્રવૃતિઓમાં વાંચન મારું મનપસંદ, નવાં પુસ્તકો પ્રત્યે આકર્ષણએ વધારે , એમાં ક્યાંક બાબાસાહેબ વિશે વાંચવાનું આવ્યું . આ યાદ એટલાં માટે છે કે ૫-૬ ધોરણની છોકરીને પહેલી વાર વાંચતા ઉકેલવામાં મુશ્કેલી પડે એવી ડીગ્રીનાં નામો હતાં.. આ ઉંમરે મારો બહું સવાલ કરવાનો સ્વભાવ બદલાઈ કલ્પનાની સવારીએ અનુમાનથી કામ ચલાવવામાં બદલાયો હતો....મારા નાના મગજે બધું જોડી અનુમાન લગાડ્યું આમની ડીગ્રી નાં લીધે જ આમ કરી શક્યા અને હું પણ એવું જ કરીશ..
મારા બાળમાનસ ઘડતરમાં આ સાથે બીજી એક વાર્તા એ પણ ભાગ ભજવ્યો... ડૉ.બાબાસાહેબ અને એમના ડ્રાઈવરનો આ પ્રસંગ, ઉનાળાનાં દિવસોમાં એકલાં કેરી ખાવાનાં બદલે પોતાની સાથે જ ડ્રાઈવરને પણ કેરી ખાવા આમંત્રીત કર્યા અને સાથે કેરીની લિજ્જત માણી...તે સમયે મારું માનસ વિચારતું આટલાં મોટાં માણસ થઈ આવું શું કામ કરવું ! ડ્રાઈવર ને કેવી અનુભુતિ થઈ હશે ! આવું કરવાથી લોકો આપણી હાંસી નહીં ઉડાવે ! પરંતુ આજે સમજાય છે જેમણે અસમાનતા સહન કરી હોય એ બીજાની સમાનતા પ્રત્યે વધું સભાન હોય...
એમનાં જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે પરંતુ મેં એમનાં જીવનમાંથી લીધેલી પહેલી શીખ જે આજે એ સહુનાં ઉધ્ધાર માટે આવશ્યક લાગે છે, " Be educate "
Waahhhh 👌👌👌
ReplyDeleteVery good
ખુબ સરસ વાત કરી
ReplyDeleteSuperb 👌
ReplyDelete