Wednesday, 10 June 2020

કોરોના (મહામારી) vs (મહાન) ભારત


     માતા-પિતા અને 2 પૂત્રનો સુખી પરિવાર. પરંતું બંને ભાઈઓ વચ્ચે નાની નાની બાબતે ચક્મક થયા જ કરે. સમજાવટ, નિયમ, શિક્ષા બધું જ અપનાવી જોયું પણ પરિણામ શુન્ય. એક દિવસ મોટાભાઈના પાકીટમાંથી પૂરા મહિનાની સેવિંગ ગુમ. માતાપિતા તો લે નહીં અને નાનોભાઈ ગયો હતો મિત્રો જોડે પીકનીક કરવા સીધો શક નાનાભાઈ પર. મોટાનો ગુસ્સો આસમાને નાનોભાઈ આવે એટલે ખેર નહીં પરંતુ નાનોભાઈ ના આવ્યો પણ એના નંબર પરથી કોલ આવ્યો કે આ ભાઈઓનું એકસીડન્ટ થયું છે પછી શું આખો પરિવાર લાગ્યો નાનાભાઈની સેવા માં ..........આ બધામાં પેલા મામુલી રૂપિયાની વાત તો ક્યાંય વિસરાઈ જ ગઈ ! પોતાનો નાનોભાઈ બીમાર હોઈ તો લાગણીશીલ કુટુંબપ્રેમી વ્યકિત એ જ કરે જે મોટા ભાઈએ કર્યું. હર્દય નૈતિકતા ને ગમે એવું વર્તન.
        આપણા ભારતદેશને પણ બે પુત્ર છે એક પ્રજા અને બીજી સરકાર, જેને મોટોભાઈ બનાવી બંધારણ થકી ઘણાં અધિકારો આપવામાં આવ્યા છે, એ જ નિર્દેશ પર સહુએ ચાલવાનું છે આઝાદી પછીથી આ જ આધારે આપણા દેશનું તંત્ર ચાલતું આવ્યું છે. ઘણી અસમંજસતા રહે છે સરકાર અને પ્રજા વચ્ચે પરંતુ સરકાર ક્યારેય મોં સામે પ્રજાની ભૂલ કાઢી નથી શકી કારણ કે લોકો દ્રારા જ તેમને મોટા ભાઈ બનાવવામાં આવ્યા છે, સામે જનતાને અધિકાર છે સરકારની ભૂલો કાઢવાનો રસ્તો બતાવવાનો, હિસાબ માગવાનો, આ યોગ્ય વ્યવસ્થા છે. સરકારની ભૂલો શોધી જનતા જાગૃત બને છે. તો જનતા ને જવાબ આપી સરકાર પોતાની જવાબદારી નિભાવે. આ વ્યવસ્થા અને સમતોલન વરસોથી ચાલતું આવ્યું છે એમાં જ તો લોકતંત્રનું હિત છે, પરંતુ આજે પ્રશ્નો ઉભો થાય છે દુઃખ સમયે મહામારી સમયે શું ? આ સમયે પણ એકબીજાના પગ ખેંચવાની રીત કેટલા અંશે યોગ્ય છે ?
      આપણે ત્યાં કહેવત છે-સમય સમય બળવાનક્યાં સમયે શું કરવું એની સુઝ બહુ જરૂરી છે. તમે સાચા હો પણ સમયે સત્ય ના બોલો તો તમે ખોટા ઠરી જાવ છો એમ વિરોધ સાચો હોઈ પણ બીમાર ભાઈનો વિરોધ ના કરાય પહેલા એને સારો કરાય અને પછી એની ભૂલ સુધારવાની પહેલ કરાય.
      આપણું વ્યવસ્થાતંત્ર આજનું જ ખરાબ છે ? આપણી હોસ્પિટલોમાં આજે જ વહીવટ અને સ્વચ્છતાના પ્રશ્નો સર્જાયા ? આજે જ આંકડાકીય ગોલમાલ સર્જાય ?અત્યારે જ મજૂરો પર અત્યાચારો શરૂ થયા ? આજે જ અધિકારી ને ડોકટરોની ધટ પડી ? આ સમસ્યાઓને જડમૂળથી ઉકેલવાની જરૂર ના સરકારને લાગી ના પ્રજાને. ક્યારેક કોઈ સમસ્યા વધુ વિકટ બની જાય લોકમાગણી વ્યાપક બને તો થોડાઘણા સુધારાના પ્રયાસ પછી બધું હતું ત્યાનું ત્યાં. વિશ્વાસ ન થતો હોઈ તો લોકપાલ જ જોઈ લો !
 તો હવે પ્રશ્ન એ ઉઠે છે કે પડ્યા પર પાટું મારવાની હાલ કેમ જરૂર પડી...? ” તુમને ગુસ્તાખી કી હમને એક ઓર જોડ દી
       કોરોના અત્યારે વિશ્વ સમક્ષ એક કોયડો બની ગયો છે ઉકેલવાની મથામણમાં વધુ ગુંચવાતો. વિકાસશીલ, વિકસીત બધા દેશો અત્યારે એનો ઉકેલ શોધવામાં વ્યસ્ત છે આપણું ભારત પણ એમા છે...દિવસે દિવસે વધતા કેસો સરકાર માટે અને આપણા પ્રજા માટે પણ ચિંતાનો વિષય છે ત્યારે આપણે કેમ લડવું જોઈએ ? આપણી પરંપરા સંસ્કૃતિ કંઈક કહે છે આપણને ? મારા મતે તો “શ્રદ્ધા, સેવા અને એકતા” એ આવા સમયે આપણી સાંસ્કૃતિ તરફથી આપણને અપાયલો વરસો છે જયારે કોઈ ઉકેલ ના હોઈ ત્યારે શ્રધ્ધા જ આપણી તારણહાર બને છે. ઈશ્વર પર ખુદ પર વિશ્વાસ રાખી કામ કરવું આસ્થાથી અસ્તિત્વ બનાવવું ને ટકાવવું એ આપણા મૂળમાં છે. સેવામાં તો ભારતીઓને કોઈ નહીં ચડે ઝુપડું બાળી તીરથ ના થાય એ કહેવતને ખોટી પાડે એવા ઘણાં દાનવીરોથી હરીભરી હિન્દુસ્તાનની ભૂમિ છે.(મજુરો ના પ્રશ્ને એનો પરિચય એ મળ્યો આપણને ) હવે પ્રશ્ન રહ્યો છે એકતાનોઆંતરિક એકત્વનો....સ્વતંત્રદિન જેવા ઘણાં પર્વો એ છલકતી આપણી મહાનતાની ભાવનાને કર્મો દ્વારા સાબિત કરવાની. સરકાર પક્ષે પણ અને પબ્લિક તરફથી પણ.
         સૌથી યુવાન જન સંખ્યા અને સ્ટાફની કમી ! મોટી હોસ્પિટલ ખરી પણ વહીવટમાં ગોટાળો ! મફત પહોંચાડાય એ મેળવવામાં હોબાળો અને જરૂર્રિયાતમંદોની લાચારી અકબંધ ! સંશોધન અને પારદર્શીતાના પ્રયાસો એકતરફ અને વાસ્તવિકતાની આંખ બીજી તરફ ! સરકાર સામે પ્રશ્નો ઉઠાવવા જ જોઈએ પરંતુ આ જવાબ માગવાનો યોગ્ય સમય નથી ! સરકાર બધું સાચવવા સક્ષમ હોય સામાન્ય પરિસ્થિતિમાં મહામારીના સમયમાં નહીં ! કદાચ વિકટ સમય ઘણી સમજદારી માગીં લેતો હોય છે. આપણી પાસે ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરી આ જંગને જીતી શકયે ! પરંતુ કેવી રીતે ? આ પ્રશ્ન નો જવાબ વિશ્વની બીજા નંબરની જનસંખ્યા ને જ પૂછવામાં આવે તો ! વિચારો જરા મજુરોનો પ્રશ્ન , 1 લોકડાઉનથી જ તેમની વતન જવાની માંગ અને જીવવું કેમ નો પ્રશ્ન ઉભો હતો આ સમયથી જ ઉપાયો વિચારાયા હોત ......સોશિયલ મીડિયાના કે અન્ય માધ્યમોથી સલાહ લેવાત અને તજજ્ઞો સાથે નક્કી કરી સંપૂણ રણનીતિ તૈયાર થઇ હોત તો સમસ્યા સમસ્યા જ ના રહત ! આ જ રીતે દર્દીની સારવાર, મેડિસીન વગેરે બાબતે પર આપણે કંઈક વિશિષ્ટ કરવાની જરૂર હતી અને હજી છે ! જરૂર છે માત્ર એક હાકલ ની....અલબત્ત એ સરકારે જ પાડવી પડે ! આ સમય દરમિયાન યુવાનો દ્રારા ટેકનીકલ ઘણી નવી શોધો થઇ અને એનો ઉપયોગ એ કર્યો આપણે પરંતુ, આ શોધ માટે સરકાર સામેથી પ્રોત્સાહન આપે અને મદદ માંગે તો નવી પ્રેરણા એ મળે અને ફાયદો એ વધુ થાય. 
              હાલની આ મહામારીનો સમય માનવની લાચારી સાબિત કરવાનો નહીં પણ વિશ્વ માટે અને ભારત માટે નવતર ચડાણનો છે. માનવતા ટકી રહે તો જ જંગમાં આપણી જીત છે બાકી માણસ જીતીને એ હારશે. તે જ રીતે ભારત માટે આ સમનવય અને મુલ્યોના આદર્શથી ભારતીય મહાનતાની પરંપરાને જાળવી રાખી વધારવાનો સમય છે ..આમાં સહુનો સાથ જોઇશે, સરકારનો પણ અને આપણી સહુ પ્રજાનો પણ.

3 comments:

રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીએ મારું મનોમંથન

 26 જાન્યુઆરી 2026 — ભારતનો 77મો ગણતંત્ર દિવસ. આજના દિવસે મનમાં અનાયાસે એક પ્રશ્ન ઊભો થાય છે — શું આજની પેઢી ખરેખર સમજી શકે છે કે આઝાદી શું ...