દર વર્ષે સફાઈ કરતાં હું અચૂક મોમ ને પૂછું મોમ આ સફાઈકામ અત્યારે જ કેમ ? જવાબો દર વર્ષે જુદા મળે ક્યારેક મજાક, ધમકી, કારણો, તો ક્યારેય સામે પ્રશ્ન. ને શરું થઈ જાય સફાઈ સાથે વાતોને દલીલો... ઘરમાં કયો ભાગ વધું ગંદો ક્યાં કેવી ચોકસાઈની જરૂર છે એ સાથે ઘણી ના કહેવાયલી મનમાં સાચવી રાખેલી વાતો એ વણાઈ જાય....હવે પછી શું કરવાથી ઘર સારું રહેશે નું આયોજન થાય અને ભુતકાળમાં આવા પ્લાનિંગ ના થયેલા કિસ્સાઓ એ જામે.... વર્ષ ભરની વ્યસ્તતામાં જે સમય સાથે ના માણી શક્યા હોઈએ સાથે ના વિતાવી શકેલા હરેક પળ જાણે વ્યાજ સહિત વસુલાત થાય..
કયું કામ કોણ કરે ! કોની ચોક્કસાઈ વધારે! કોની પાસે નવા પ્લાનિંગ સારા હોય ! કોણ થાક્યા વગર વધું કામ કરી શકે ! આ બધાંમાં જાણે ઘરમાં વર્ષભર કોણ શું કરશે એ પણ નક્કી થઈ જાય. ઘરને જાતે સજાવવામાં સહુનાં હાથ મળેને ખરેખર હૃદયે દીવા ઝળહળે.. કંઈ વસ્તુ રાખવી ને કાઢવી એ બાબતે એ ફટાકડા ફુટે. નવી મજાની ગોઠવણી મનને રંગોળી જેવી મીઠી લાગે..... ને થાક્યા શરીર એ મનમાં આનંદ ભર્યો હોય એ જ સહિયારા સાથની ઉજવણી..
આ રીતે સફાઈથી શરું થતી દિવાળી ઘરની સાથે સંબંધને પણ ચમક આપી જાય... પરંતુ જો શરૂઆત સફાઈથી ના થાય તો ! ઘરની ધૂળ તો પૈસા ખર્ચીને સાફ થઈ જાય પણ સંબંધોમાં ? એનાં સફાઈ કરવા તો ત્યારે પણ મહેનત જ કરવી પડે બસ નવી રીતે !
નવી રીત અજમાવવી સહેલી હોય પરંતુ સ્વીકારવી થોડી અઘરી... પરંતુ આ પરિસ્થિતિને પરિવર્તન સ્વીકારી જે પરિવાર સંબંધોને ચમકદાર બનાવી શકે તહેવારોના ઉત્સાહને પરંપરાગત ઢબ બદલાવા છતાં જાણવી શકે ને નવી રીતે સ્નેહનાં સાથીયા પુરી શકે એ ઘરમાં બારેમાસ દિવાળી હોય...!
Osm...thinking dear..👌👌👌.happy Diwali
ReplyDelete